શ્રી હર્ષ સંઘવી

આપણુ ગુજરાત આજે જ્યારે વિકાસની કેડીએ અવિતર હરણફાળ ભરી રહ્યુ છે ત્યારે, વિકાસ તરફી ગુજરાતની આ આગીકૂચમાં ગુજરાતમાં પ્રવર્તતી શાંતિ અને સલામતી એક મુખ્ય પરિબળ તરીકે ભુમિકા ભજવી રહ્યુ છે તે નિર્વિવાદ બાબત છે.

પ્રવર્તમાન સમયમાં ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં એક તરફ ઇન્સ્ટરનેટના વપરાશમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે એટલુ જ નહી, સરકાર પણ હવે નેટ બેન્કીંગ અને ઇ-કોમર્સને પ્રોત્સાહન આપી રહી છે ત્યારે તેની સાથે સાથે, સાયબર ક્રાઇમને લગતા ગુનાઓમાં પણ વધારો થવાની સંભાવનાને નકારી શકાય તેમ નથી. આથી ગુજરાતની પ્રજાની આર્થિક સુખાકારીની જાળવણી માટે સાયબર ક્રાઇમને લગતા ગુનાઓ અટકાવવાની વિશેષ જવાબદારી ગુજરાત પોલીસના શીરે છે.

રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં સાયબર ગુનાઓ થતા અટકાવવા તેમજ થયેલ ગુનાઓના ત્વરીત સંશોધનના ખાસ હેતુ માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનોની રચના કરવામાં આવેલ છે. તેમજ રાજ્યની પોલીસ વર્તમાન સમયના કદમ સાથે કદમ મિલાવી શકે તે માટે પોલીસ તાલીમ અને પોલીસ દળના આધુનિકરણની પ્રક્રિયાને પણ અવિરત અને સતત ચાલતી પ્રક્રિયા બનાવાઇ છે.

રાજ્યમાં બનતા સાયબર ક્રાઇમને લગતા જટિલમાં જટિલ ગુનાઓ ત્વરિત શોધી કાઢવા અને તેને અટકાવવા માટે સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા જે અથાગ પ્રયત્નો થઇ રહ્યા છે અને તેને કારણે પ્રજાનો પોલીસ તરફનો વિશ્વાસ વધતો જાય છે તે બદલ ગુજરાત પોલીસની સમગ્ર ટીમ અભિનંદનને પાત્ર છે.

અંતે ગુજરાતની પ્રજા અને પોલીસ દળના સહયોગથી ગુજરાત રાજ્ય સાયબર ક્રાઇમના ગુનાઓ ડામવામાં અગ્રેસર બની રહે તેવી શુભેચ્છાઓ.........

વંદે માતરમ.......... જય જય ગરવી ગુજરાત..........

શ્રી હર્ષ સંઘવી
માનનીય ગૃહરાજ્ય મંત્રી, ગુજરાત રાજ્ય
Top