આધુનિક સમયમાં સમગ્ર વિશ્વમાં ડિજીટલ યુગનો આરંભ થઇ ચુકેલ છે. આવા સમયમાં ગુજરાત રાજ્ય પોલીસની કામગીરીમાં આધુનિકરણ અને innovation ની આવશ્યકતા છે. ટેક્નોલોજીના દુરૂપયોગના લીધે રાજ્યના નાગરીકોને સામાજીક અને આર્થિક નુકશાન ન થાય તથા નાગરીકો Digital Safety અનુભવે તે માટે ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા સાયબર સુરક્ષાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તે ખુબજ આવકારદાયક છે. સાયબર સુરક્ષા માટે જે વિવીધ પ્રોજેક્ટ ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ છે તેનાથી ગુજરાત રાજ્યની જનતાની સુખાકારી તથા સુરક્ષાનો વધારો થશે એવી મારી લાગણી છે.
ગુજરાત પોલીસને આ પ્રોજેક્ટ અન્વયે હું ખુબ શુભેચ્છા પાઠવું છુ.
શ્રી એમ. કે. દાસ (આઈ.એ.એસ.) અધિક મુખ્ય સચિવશ્રી, ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય