શ્રી ભૂપેન્દ્ર પટેલ

સમગ્ર વિશ્વ આજે ગુજરાતને એક રોલ મોડલ તરીકે ઓળખે છે. માન. પ્રધાનમંત્રીશ્રી એ ગુજરાતની જે સાખ આંતરાષ્ટ્રીય કક્ષાએ ઉભી કરી છે તે આપણા સૌ માટે ગર્વની વાત છે અને તેને સાચવવાની જવાબદારી પણ છે. સમગ્ર ભારતમાંથી લોકો રોજગારી તથા વસવાટ માટે ગુજરાતમાં આવે છે. ગુજરાતના આ મોડેલને ઉચ્ચ કક્ષાએ પહોંચાડવામાં ગુજરાત પોલીસનું પણ મહત્વનું યોગદાન રહ્યુ છે.

છેલ્લા ૧૦-૧૫ વર્ષોથી ટેકનોલોજી ક્ષેત્રે ખુબ જ પ્રગતિ થઈ છે. ટેકનોલોજીનો વ્યાપ વધવાથી તેના સદુપયોગની સાથે સાથે ઘણા લોકો તેનો દુરુપયોગ પણ કરે છે. આવા લોકો સામાન્ય પ્રજાની કોઇ પણ પ્રકારે છેતરપીંડી ના કરે તે હેતુથી અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે પાંચ અલગ અલગ યુનીટ કાર્યરત કરવાનું સરકારે નક્કી કરેલ છે. જેથી સાયબર ક્રાઈમનો ભોગ બનનારની સમસ્યાનું ત્વરિત નિરાકરણ આવે.

કોઇપણ પ્રકારે ગુનાખોરી કે અરાજકતા ફેલાવનાર તત્વોને સાંખી નહી લેવાય. પ્રજાની સુખાકારી માટે જે કાંઇ પણ કરવું પડે એ રાજ્ય સરકારની પ્રતીક્ષા છે. અને એ માટે ગુજરાત પોલીસ સાથે હંમેશા અમે કદમતાલ મીલાવ્યા છે. અને આવનાર દિવસોમાં પણ મીલાવતા રહીશુ.

અંતે, ગુજરાતની પ્રજા માટે જે સેવા શરૂ કરવામાં આવવાની છે તેનો મહત્તમ ઉપયોગ કરવા નમ્ર વિનંતિ છે.

જય જય ગરવી ગુજરાત …………… વંદે માતરમ્‌ ………..

શ્રી ભૂપેન્દ્ર પટેલ
માનનીય મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય
Top