શ્રી વિકાસ સહાય (આઈ.પી.એસ.)

સેવા, સુરક્ષા, શાંતિ જેની નેમ છે કાયદો અને વ્યવસ્થા જેની જવાબદારી છે એ ગુજરાત પોલીસ વર્તમાન સમયમાં પ્રજાલક્ષી કાર્યો અને સર્વોદયની ભાવના સહ નવીનીકરણની સાતત્યપુર્ણ પ્રક્રીયા એ ગુજરાત પોલીસનો વૈસાયીક અભિગમ છે. કોઇપણ પ્રકારની ગુનાખોરીને ડામવા અને જન-જીવનની સુખાકારી માટે રાતદિન તત્પર ગુજરાત પોલીસ ટેકનોલોજીના માધ્યમથી આંતરરાષ્ટ્રીય કક્ષાની આધુનીકરણ સહ કાયદો-વ્યવસ્થાની જાળવણીમાં ક્યાંય કચાશ રાખતી નથી.

ટેકનોલોજીનો ઉપયોગ હાલમાં બહોળા પ્રમાણમાં વધી રહ્યો છે. જેમ જેમ સ્માર્ટ મોબાઈલ ફોન, ઈલેક્ટ્રોનિક્સ સંશાધનો તથા સોશિયલ મીડિયાનો ઉપયોગ વધી રહ્યો છે તેમ તેમ સાયબર ક્રાઈમમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ પ્રકારના સાયબર ક્રાઈમને લગતા ગુન્હાઓને નાથવા માટે ગુજરાત પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ખાસ હેતુથી રચના કરી છે. કોઇ પણ નાગરિક સાથે થયેલ નાણાકીય કે પછી અન્ય કોઇ પણ પ્રકારની છેતરપીંડીને પહોંચી વળવા માટે પાંચ અલગ અલગ યુનીટ કાર્યરત કરવામાં આવ્યા છે.

ગુજરાતની પ્રજાને નમ્ર અપીલ છે કે જો તમે કોઇ પણ પ્રકારના સાયબર ક્રાઈમનો ભોગ બનો તો ત્વરિત ડાયલ કરો ૧૦૦ અથવા ૧૧૨ (સાત નવનિર્મીત જીલ્લાઓ માટે) અને ગુજરાત પોલીસ તમને થયેલ છેતરપીંડીનો ઉકેલ લાવવાનો શક્ય તેટલો પ્રયત્ન કરશે.

જય હિન્દ ……………

શ્રી વિકાસ સહાયી (આઈ.પી.એસ.)
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય
Top